LICના IPOથી દેશ રોકાણકારોને ખૂબ જ આશા હતી, ખાસ કરીને લિસ્ટિંગ ગેઇનથી રૂપિયા બનાવાની રાહ જોતા હતા, જે હવે આશા તૂટી ગઇ છે. જેમાં LICના IPOની લિસ્ટિંગથી
રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં, LICના શેર BSE પર લગભગ 9 ટકા ઘટીને રૂ. 867 પર લિસ્ટ થયા હતા. શેરબજારમાં ઘટાડાની અસર LIC IPOના લિસ્ટિંગ પર
પડી છે. આવી સ્થિતિમાં દેશના સૌથી મોટા IPOથી રોકાણકારોને ઝટકો લાગ્યો છે. લિસ્ટિંગ પછી LICનું માર્કેટ કેપ રૂ. 5.48 લાખ કરોડ હતું.