¡Sorpréndeme!

અનોખા લગ્ન કરવા JCBમાં સવાર થઈ વરરાજા સાસરિયે પહોંચ્યા

2022-05-17 580 Dailymotion

ભાવનગરના મહુવામાં તાંતણીયા ખાતે અનોખા લગ્ન કરવા JCB માં સવાર થઈ વરરાજા સાસરિયે પહોંચ્યા છે. હાલ રાજ્યમાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગોની

યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. અમુક લોકો પોતાની લગ્નની યાત્રા મોંઘીદાટ કારો તેમજ હાથી ઘોડા પર સવાર થઈ જાન લઇ જતા હોય છે. તેવામાં ભાવનગર

જિલ્લાના જેસર તાલુકાના તાંતણીયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરાના લગ્નને યાદગાર બનાવવા એક અલગ પહેલ કરતા વરરાજા નજીરભાઈ ઓઢેજાએ પોતાની જાન

મોંઘીદાટ કાર કે હાથી ઘોડાને છોડી JCB માં વાગતે ગાજતે ધામધૂમથી પોતાના સાસરિયે લઇ ગયા છે. તેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.