2017મા આઝાદી કૂચની રેલી સંદર્ભે સરકાર દ્વારા મહેસાણા A ડિવિઝનમાં દાખલ કરેલ ફરીયાદ (કેસ નંબર 991/2018) માં આજ તારીખ 05/05/2022 ના રોજ મહેસાણા કોર્ટમાં જજમેન્ટ હતું તે કેસમાં NCP નેતા રેશ્મા પટેલ, MLA જીગ્નેશ મેવાણી સહિત તમામ 12 આરોપીને કોર્ટ દ્વારા 3 મહિના જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી. આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ.