અત્યારે દેશભરમાં ‘બુલડોઝર બાબા’ની એક્શન ચર્ચામાં છે. એવામાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ભારતના પ્રવાસ પર પહોંચ્યા છે. UK PM ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વડોદરા નજીક હાલોલ જીઆઈડીસીમાં જેસીબી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ખાસ વાત એ રહી કે, બોરિસ જોનસન બુલડોઝર પર બેઠેલા જોવા મળ્યા.