¡Sorpréndeme!

અમદાવાદની એશિયા સ્કૂલનો વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો ઈનકાર, વાલીઓમાં રોષ

2022-03-24 0 Dailymotion

વસ્ત્રાપુર પાસે આવેલી એશિયા સ્કૂલમાં ભણતા ધોરણ 8ના વિદ્યાર્થીઓને આવતા વર્ષ માટે ધોરણ 9માં એડમિશન આપવાનો સ્કૂલ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા જગ્યા ના હોવાથી બીજી સ્કૂલમાં એડમિશન લેવા વાલીઓને જણાવ્યું છે, જેને લઈને વાલીઓ સ્કૂલ પાસે ભેગા થયા હતા અને હોબાળો કર્યો હતો. જોકે સ્કૂલ તરફથી યોગ્ય જવાબ ન મળતા વાલીઓ રોષે ભરાયા છે.