¡Sorpréndeme!

ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને! મોંઘવારી વધતા ગૃહિણીઓમાં રોષ

2022-03-21 2 Dailymotion

મોંઘવારી ઘટવાને બદલે વધતી જઇ રહી છે. લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોંચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો બીજી તરફ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્ખા ઘી, પનીરના ભાવો વધી ગયા બાદ હવે બટર, ચીઝના ભાવોમાં કિલોએ રૂ.20થી 80 સુધીનો વધારો થઈ ગયો છે. જેના લીધે સેન્ડવીચના ભાવોમાં પણ રૂ.5થી 20 સુધીનો વધારો આવ્યો છે.

ઉનાળાની ગરમી શરૂઆતમાં લીંબુ રૂ.40 કિલો મળતા હતા તે વધીને રૂ.150એ કિલો વેચાઇ રહ્યા છે. આમ શાકભાજી, કઠોળ સહિતના ભાવો વધતા જ ગૃહિણીઓ પરેશાન છે.