¡Sorpréndeme!

મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો ભરવા અંગે કોર્પોરેશને તૈયાર કરી યાદી

2022-03-17 0 Dailymotion

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો ભરવા અંગે પ્રોત્સાહક યોજના આપવા છતા હજુ લોકો ટેક્સ ભરવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા છે.. કોર્પોરેશનના ચોપડે હજુ કરોડો રૂપિયા મિલકત વેરાના લેણા નીકળે છે.. ત્યારે કોર્પોરેશન દ્વારા આવા ટેક્સ બાકી હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.. કોર્પોરેશનને આ ટેક્સ મળે તો કોર્પોરેશનની તિજોરીને ફાયદો થાય તેમ છે.. તો બાકી ટેક્સ અંગે રેવન્યુ કમિટીના ચેરમેને જણાવ્યુ કે બંધ મિલોના બાકી લેણા અંગે લિક્વિડેટર કચેરીમાં ક્લેમ નોંધવામાં આવ્યો છે.. જ્યારે મિલોનુ વેચાણ થશે ત્યારે તેના નાણાંમાંથી કોર્પોરેશન ટેક્સ વસુલ કરવામાં આવશે..