¡Sorpréndeme!

ભીડ પથ્થરો લઈને દોડતી રહી અને પોલીસ જોતી રહી

2020-03-12 721 Dailymotion

દિલ્હીના 4 ટકા વિસ્તાર અને 13 ટકા વસ્તી સુધી હિંસાને સીમિત રાખવાનું કામ દિલ્હી પોલીસે કર્યું છે દિલ્હી પોલીસે 36 કલાકની અંદર જ રમખાણોને સમેટી લીધા છે ગૃહમંત્રીનું આ નિવેદન ગૃહમાં એકદમ ચોંકાવનારુ હતું ચોંકાવનારુ એટલા માટે કારણકે 24-25 ફેબ્રુઆરીએ થયેલી હિંસા દરમિયાન પોલીસના એવા ઘણાં વીડિયો સામે આવ્યા હતા જેમાં તેઓ પ્રદર્શનકારીઓને પથ્થરમારો કરતાં જોઈ રહ્યા હતા, ક્યારેક તેઓ પોતે પણ પથ્થરમારો કરતા હતા તો ક્યારેક ભાજપ નેતાના ભડકાઉ નિવેદનો ચૂપચાપ સાંભળતા હતા

આ વીડિયોની શરૂઆતમાં જ એક પોલીસ જવાન શાંતિથી ઉભા રહેલા દેખાય છે જ્યારે ભીડ પથ્થર લઈને દોડતી દેખાય છે આગળ પણ ઘણાં પોલીસ જવાન દેખાઈ રહ્યા છે પરંતુ તેઓ બસ માત્ર આ ભીડને જોઈ રહે છે