¡Sorpréndeme!

અમદાવાદની ગ્રેજ્યુએટ દિવ્યાંગ દીકરીનો સડક પર સંઘર્ષ, કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે

2020-03-08 1,639 Dailymotion

અમદાવાદઃ દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓથી લઈ તરછોડવા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જેનું તાજુ ઉદાહરણ રાજકોટમાં તરછોડવામાં આવેલી બાળકી છે, ત્યારે આજે મહિલા દિવસ નિમિત્તે કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવી રહેલી દિવ્યાંગ દીકરીની વાત કરવી છે અમદાવાદની દીકરીને એક પગ નથી, પણ ગ્રેજ્યુએટ છે જો કે તેની પાસે નોકરી નથી અંકિતા શાહ નામની આ દિવ્યાંગ દીકરી નોકરી છૂટી જતા પરિવારજનોના ભરણપોષણ અને કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે