¡Sorpréndeme!

અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા, Divyabhaskarના સ્ટિંગ ઓપરેશનમાં દારૂના અડ્ડાનો પર્દાફાશ

2020-03-05 9,006 Dailymotion

અમદાવાદ:રાજ્યમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો બેફામ બન્યા છે રાજ્યના નાના કે મોટા હોય તમામ શહેર-ગામમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે દારૂ વેચાતાં અને પીવાતા હોવાની પોલ ખુલતાં રાજ્ય પોલીસ વડાએ 17 માર્ચ સુધી દારૂની ડ્રાઈવ યોજી બુટલેગરો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે જેને લઈ Divyabhaskar દ્વારા દારૂના અડ્ડાઓ શોધી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું સાબરમતી રેલવે પોલીસ અને સાબરમતી પોલીસની હદમાં બલોલનગર બ્રિજ નીચે રેલવેના બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો જોવા મળ્યો હતો