વડોદરાઃ શહેરના આજવા રોડ ઉપર આવેલી શ્રી હરી ટાઉનશિપમાં મોડી સાંજે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પરિણીતાએ આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે જેમાં તેણીએ પતિ, સાસુ, દીયર અને દેરાણીના ત્રાસથી તેમજ પતિના દેરાણી સાથેના આડા સબંધના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો છે