¡Sorpréndeme!

કાર ધસી આવતાં પિતાએ દિલધડક રીતે દીકરીનો જીવ બચાવ્યો, યૂઝર્સે ‘સુપર ડેડ’કહીને વખાણ્યા

2020-03-01 520 Dailymotion

સોશિયલ મીડિયામાં ઝિબ્રા ક્રોસિંગ પર રસ્તો ક્રોસ કરતી વેળાએ પિતાએ જે રીતે દીકરીનો જીવ બચાવ્યો હતો તે જોઈને અનેક યૂઝર્સે પણ તેમની ચપળતા અને સૂઝબૂઝનાવખાણ કર્યા હતા જોત જોતામાં તો આ વીડિયોમાં જોવા મળતા શખ્સને સુપર ડેડની ઉપમા આપવામાં આવી હતી વીડિયોમાં જોઈ શકાય છે કે તે પિતા તેની દીકરીની સાથેરસ્તો ક્રોસ કરી રહ્યો છે ત્યાં જ બાજુમાંથી એક કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી જો કે, તેમણે તરત જ કૂદકો મારીને તેમની દીકરીને પણ સાથે ખેંચી લીધી હતી સોશિયલમીડિયામાં વાઈરલ થઈ રહેલા દિલધડક બચાવનો આ વીડિયો 2017 નો છે જે યૂકેના રોડ પર સર્જાયો હતો જે હવે ફરીથી વાઈરલ થઈ રહ્યો છે