કોંગ્રેસના જમાલપુર કોર્પોરેટર શાહનવાઝ શેખે ફેસબુક પર મધ્યઝોનના ડેએસ્ટેટ ઓફીસર રમેશ તડવી સામે તોડબાજી એટલે કે ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં શાહનવાઝે લખ્યું કે, મધ્યઝોનનો એસ્ટેટ અધિકારી તડવી તોડબાજ છે બાંધકામમાં પૈસા ઉઘરાવે છે અને સામાન છોડવા પૈસા માંગ છે એટલે તડવી તોડબાજ છેઆ પોસ્ટ બાદ વધુ એક વિવાદાસ્પદ પોસ્ટ કરતા શાહનવાઝે લખ્યું કે, હજરતઅલીનો એક કૌલ છે, જે કોમ જુલ્મ સામે અવાજ નથી ઉઠાવતી તે કોમ માત્ર લાશો ઉઠાવે છે
તો બીજી તરફ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીએ આક્ષેપને લઈને જણાવ્યું હતું કે એસ્ટેટ વિભાગે જપ્ત કરેલા સામાનને છોડી દેવા શાહનવાઝે ભલામણ કરી હતી ભદ્ર દરવાજા, પાનકોર નાકાનો જપ્ત કરાયેલો સામાન છોડી દેવા ભલામણ કરી હતી ભલામણનો અસ્વીકાર કરતા મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે