ઉત્તર પ્રદેશના બહરાઈચની જીલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર ના અભાવે એક ગર્ભવતીએ તેના કેમ્પસમાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો મહિલાને ત્યાં પ્રસવનાકારણએ તરફડતી જોઈને ત્યાં દાખલ અન્ય દર્દીઓની મહિલા પરિજનો તેની મદદે આવી હતીઆ મહિલાઓએ ચાદરની આડશ રાખીને ગર્ભવતીની પ્રસુતિ કરાવી હતીડોક્ટરોએ પણ બેશરમીની હદ વટાવી હોય તેમ હોસ્પિટલની બહાર રોડ પર જ ચિલ્લાઈ રહેલી આ મહિલાની સારવાર કરવાની પણ ના પાડી હતી તેમણે તેને સ્ટ્રેચરઆપવાની પણ તસ્દી નહોતી લીધી આખો મામલો દવાખાનાના સીએમએસના ધ્યાને આવતાં તેમણે આખા મામલાની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની વાતકરી હતી