¡Sorpréndeme!

વડોદરા તરસાલી શાક માર્કેટથી બરોડા ડેરી તરફ જતી કારના બોનેટમાં અચાનક આગ લાગી

2020-02-27 518 Dailymotion

વડોદરા:ગુરુવારે સાંજે 7: 20 વાગ્યાની આસપાસ એક મહિલા પોતાની સેન્ટ્રો કાર લઇને તરસાલી શાક માર્કેટથી બરોડા ડેરી તરફ જઇ રહી હતી તેવામાં શરદનગર પાસેની તરસાલી પોલીસ ચોકી સામે પહોંચતા જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નિકળવાના શરૂ થતા મહિલાએ કાર રસ્તા વચ્ચે જ ઉભી કરી દઇ ઉતરી ગયા હતા જોત જોતામાં કારના બોનેટમાં ભડકો થતાં આગ લાગી હતી

આ દ્રશ્યો જોઇ પોલીસ ચોકીમાં હાજર કર્મીઓ તાત્કાલીક બહાર દોડી આવ્યાં હતા તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને આસપાસમાં રહેતા લોકોના ટોળા એકત્ર થયા હતા કારના બોનેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા કેટલાક શખ્સોએ રસ્તા પરની ધુળ આગ પર નાખી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો
કારના બોનેટમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં આખી કારમાં પ્રસરી ગઇ હતી દરમિયાન ઘટનાની જાણ ફાયરબ્રીગેડને કરાતા લાશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મહત્વની વાત તો એ છે કે જો તરસાલી પોલીસ ચોકીમાં ફાયર સેફટીના સાધનો હોત તો કદાચ કારને ભડથુ થતી અટકાવી શકાઇ હોત પ્રાથમિક તબક્કે કારના રેડિયેટરમાં પાણી ઓછું હોવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે