વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે 27 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં 52 ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે જેમ બાઈક-કાર રેલીમાં લગભગ 1500થી વધુ બાઈક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઈશર જોડાઇ છે રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે આ યાત્રામાં લગભગ 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે