¡Sorpréndeme!

GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ભીષણ આગ કાબૂમાં આવી, એક કામદાર ત્રીજા માળેથી કૂદ્યો

2020-02-27 102 Dailymotion

સુરતઃ સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું અમરસિંહ ગંગાદીન કેવટ(22) નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે આ ઉપરાંત ઘણા કામદારો ફસાયા હોવાની માહિતી મળી છે