¡Sorpréndeme!

સોનિયા ગાંધીએ કહ્યું- દિલ્હીની સ્થિતિ માટે ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર

2020-02-26 3,012 Dailymotion

દિલ્હીની હિંસા અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાઈ હતી બેઠકમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા હતા બેઠકમાં હિંસા દરમિયાન મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતીબેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, દિલ્હીની હાલની જે સ્થિતિ છે એ ખુબ જ ચિંતાજનક છે એક કાવતરા હેઠળ વાતાવરણ બગાડવામાં આવ્યું છે ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણે ચૂંટણી વખતે નફરત ફેલાવી હતી દિલ્હીની સ્થિતિ માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે ગૃહમંત્રીએ આના માટે રાજીનામું આપી દેવું જોઈએ