વડોદરા: બગલામુખી મંદિરના વિવાદાસ્પદ પ્રશાંત ઉપાધ્યાયના ગોત્રી-વાસણા રોડ વિસ્તારમાં આવેલા બંગલાનું હાઈ ટેન્શન લાઈન નીચેનું ગેરકાયદેસર બાંધકામ પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંગલો અને આશ્રમનું ગેરકાયેદસર દબાણ દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પાલિકાની દબાણ શાખા ગોત્રી ખાતેના પાખંડી બંગલો ઉપર પહોંચતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા