¡Sorpréndeme!

અમદાવાદમાં ગઈકાલે ‘સ્વરોત્સવ’નું સમાપન,જસ્પીન્દર નરુલા આકર્ષણનું કેન્દ્ર

2020-02-24 344 Dailymotion

ગઈકાલે અમદાવાદમાં ‘સ્વરોત્સવ’નું સમાપન થયું હતુંસતત ચોથા વર્ષે યોજાયેલ ‘સ્વરોત્સવ’ ના ત્રીજા અને અંતિમ દિવસે અસરાની,ગૌરાંગ વ્યાસ,જસ્પીન્દર નરુલાએ જલસો કરાવ્યો હતોઅમદાવાદમાં 21,22 અને 23 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ ‘સ્વરોત્સવ’નું આયોજન કરાયું હતું ‘સ્વરોત્સવ’ના પ્રથમ દિવસે ભૂમિ ત્રિવેદીએ ‘વાગ્યો રે ઢોલ’ સાથે પ્રારંભ કરાવ્યોતો બાદમાં રંગભૂમિની મોસમ,ફિલમની ફોરમમાં પ્રતિક ગાંધી,ચિરાગ વોરા,સંજય ગોરડિયાએ જલસો કરાવ્યોપદ્મશ્રી સરિતા જોષીની વિશેષ ઉપસ્થિતીથી ફરી ‘સંતુ રંગીલી’ના એક દ્રશ્યનું મંચન થયુંપદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પણ લોકસાહિત્યનો રસાસ્વાદ કરાવ્યોબીજા દિવસે રાહત ઈન્દોરીએ મહેફિલ જમાવી હતી