¡Sorpréndeme!

શંકરસિંહ વાઘેલાએ મોદી-ટ્રમ્પને ફેંકુ કહ્યા, ‘આ ગોધરા કે પુલવામા નથી અહિંસાનું ગુજરાત છે’

2020-02-22 8,932 Dailymotion

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજનકર્તા અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ એવા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે શંકરસિંહે મોદી અને ટ્રમ્પ પર પ્રહાર કરતા જણાવ્યું છેકે બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી, બન્ને ફેકું છે ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે