વેરાવળ/રાજકોટ: આજે મહાશિવરાત્રી હોય શિવભક્તો શિવાલયોમાં વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ગઇકાલ રાતથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે સવારની આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ સહિત સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે સોમનાથ મહાદેવની મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળી હતી જેમાં ભાવિકોએ ડમરૂ સાથે બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું