¡Sorpréndeme!

સ્કૂલ સંચાલકે સ્ટૂડન્ટ્સને બૉર્ડ પરીક્ષામાં નકલ કરવાની ટીપ્સ આપી, વીડિયો થયો વાઇરલ

2020-02-20 3,278 Dailymotion

યૂપીના મઉ જિલ્લામાં એક સ્કૂલ સંચાલક બૉર્ડ પરીક્ષામાં સ્ટૂડન્ટ્સને કોપી કરવા માટે ઉકસાવી રહ્યા છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે સંચાલક સ્ટૂડન્ટ્સને કહી રહ્યા છે કે પરીક્ષા હૉલમાં વાત કરવી એ નકલ નથી કોઈ બે થપ્પડ પણ મારી દે તો સહન કરી લેજો પરંતુ દરેક સવાલનો જવાબ લખજો, જો વાત ન બને તો ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટ મુકી દેજો, હું ગેરેન્ટી આપુ છુ કે કોપી તપાસ કરનાર આંખ મીચીને તમને પાસ કરી દેશે આ વીડિયો વાઇરલ થતાં જિલ્લા સ્કૂલ નિરિક્ષકે ડૉ રાજેન્દ્ર પ્રસાદે તપાસના આદેશ આપ્યા છે