¡Sorpréndeme!

રાજકોટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓની 4 દિવસથી હડતાળ, ફોગીંગની કામગીરી હાથ ધરાઇ

2020-02-20 200 Dailymotion

રાજકોટ: રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મચ્છરોના ત્રાસથી ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પરેશાન થઇ રહ્યા છે મંગળવારે સાંજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને યાર્ડના સંચાલકો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી બાદમાં તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નના નિકાલ અર્થે ખાતરી આપવામાં આવી હતી અધિકારીઓના સ્થળ તપાસ બાદ યાર્ડમાં ફોગીંગ કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ફોગીંગ કાર્યવાહી કરવામાં આવી હતી ફોગીંગ કાર્યવાહીથી મચ્છરોના ત્રાસથી રાહત મળતી હોવાનું યાર્ડના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું, તો સાથે જ જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદથી ખાસ મશીનરી મોકલવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે