ઈડર સ્ટેટ ધ હેરીટેજ વોક અને મિશન ગ્રીન ઈડર ટીમ દ્વારા ‘ઈડરીયા ગઢ’ પર યોજાયેલા વન-ડે ટ્રેકિંગ કેમ્પમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતાં ટ્રેકિંગ કેમ્પમાં નાઈઠ ટ્રેકિંગ અને રોક ક્લાઈબિંગ સહિતની પ્રવૃત્તિઓ કરાઈ હતી ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓએ ગરબા રમીને રાસની રમઝટ બોલાવી હતી
સોશિયલ મીડિયાના માધ્યમથી પર્યાવરણ પ્રેમીઓ જોડાયા
રોક ટ્રેકિંગ એડવેન્ચરનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે આ કેમ્પમાં 4 થી 65 વર્ષનાં 70 જેટલા પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા સોશિયલ મિડિયાના માધ્યમથી જોડાયેલા તમામ લોકોએ ભેગા થવા માટે ઈડરીયા ગઢનો પ્રવાસ નક્કી કર્યો હતો ઈડરીયા ગઢ ઉપર યોજાયેલ ટ્રેકિંગ કેમ્પમાં શહેરનાં પર્વતારોહક હિરેન પંચાલ, અલ્પેશ ભાટ, નરેશ ચૌહાણ, સુનિલ રાવલ દ્વારા લોકોને ઈતિહાસ સાથે ટ્રેકિંગનું નોલેજ આપ્યુ હતું