¡Sorpréndeme!

હિંમતનગર ગાંભોઈ વચ્ચે નેશનલ હાઈવે 8 પર અકસ્માતમાં મહિલાનું મોત, લોકોએ ચક્કાજામ કર્યો

2020-02-18 391 Dailymotion

હિંમતનગર:લાંબા સમયથી સાબરકાંઠા જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઈવે 8 પર અવારનવાર અકસ્માત સર્જાય છે જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આજે વધુ એક અકસ્માત થયો હતો જેમાં બેરણા ગામ પાસે ટ્રકની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જેને પગલે રોષે ભરાયેલા લોકોએ નેશનલ હાઈવે પર પથ્થરો મૂકીને વાહનવ્યવહાર ખોરવી દીધો હતો અને ચક્કાજામ કર્યો હતો ચક્કાજામને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી જેને પગલે વાહનચાલકોએ હેરાન થવું પડ્યું હતું જોકે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો