¡Sorpréndeme!

યાર્ડમાં મચ્છરના ત્રાસથી વેપારીઓ-ખેડૂતો વિફર્યા, પથ્થરમારો કરતા પોલીસે રિવોલ્વર કાઢી, 25થી વધુની અટકાયત

2020-02-17 6,586 Dailymotion

રાજકોટ: રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આજે સોમવારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા આથી રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ફરજ પડી હતી જો કે, પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડ અંદર જતા રહ્યા હતા અને પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો પોલીસે 25થી વધુ વેપારીઓ, ખેડૂતોની અટકાયત કરી હતી કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની અટકાયત કરતા જ વેપારીઓ અને ખેડૂતો વિફર્યા હતા પોલીસે પણ લાઠીચાર્જ અને ડરાવવા રિવોલ્વર કાઢી હતી આથી બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે