બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત 1008 વિશેષ સમૃદ્ધ વિવાહનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 35 વર્ષની ઉંમરથી લઇને 100 વર્ષ સુધીના 10 યુગલે અગ્નિની સાક્ષીએ વિવાહ કર્યાં હતા જેને લઇ સમગ્ર અંબાજી, આબુ, પીંડવાડા સહિતના વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો