¡Sorpréndeme!

40 રૂપિયાનો ટોલ ટેક્સ ન ભરવા રેન્જ રોવર ગાડીના ડ્રાઇવરે રિવોલ્વર કાઢી કર્મચારીને ધમકી આપી

2020-02-16 3,354 Dailymotion

ગોંડલ: ગઇકાલે શનિવારે સવારે ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર રેન્જ રોવર કારના ડ્રાઇવરે 40 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો ન હોય રિવોલ્વર કાઢી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બેરીકેટ તોડીને ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયત્ન કરી બેરીકેટ હટાવી રહેલા વ્યક્તિને અથડાવી નાસી ગયો હતો કાર અથડાતા આ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે અને ટોલ પ્લાઝાના સંચાલકે આ CCTV જાહેર કર્યા છે