રાજકોટઃ પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની પુત્રીને સંસ્કાર અને જ્ઞાનરૂપી કરિયાવર આપવાનો છે પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા વ્યક્ત કરી અને શિક્ષક પિતાએ પુત્રીના શબ્દોને વધાવી લીધા, 2400 પુસ્તકો ગાડામાં ભરીને પિતા પુત્રીને સાસરે વળાવશે જેમાંથી કિન્નરીબા પોતાને મનગમતા પુસ્તકો સાસરે કેનેડા લઇ જશે અને બાકીના પુસ્તકો શાળાને ભેટમાં આપશે