કેરળની એક ન્યૂઝ એન્કરનો એવોર્ડ મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે મલયાલમ ચેનલમાં ન્યૂઝ એન્કર અને ચીફ સબ એડિટર શ્રીજા શ્યામ લાઇવ બુલેટિનમાં હતી ત્યારે જ કેરળ સરકારે મીડિયા એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી અને તેની યાદીમાં શ્રીજાનું પણ નામ હતું જ્યારે શ્રીજાએ ટેલી પ્રોમ્પટર પર પોતાનું નામ વાંચ્યું તો તે અસમંજસમાં પડી ગઈ અને થોડી સેકન્ડો માટે સ્પીચલેસ થઈ ગઈ શ્રીજાને બેસ્ટ ન્યૂઝ એન્કરનો એવોર્ડ મળ્યો હતો પરંતુ લાઇવ બુલેટિનમાં તેણે પોતાની આ ખુશી છૂપાવી હતી, અને સિમ્પલી ન્યૂઝ વાંચ્યા હતા