¡Sorpréndeme!

ભરૂચના મનુબર ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં લીકેજ

2020-02-13 189 Dailymotion

ભરૂચઃ ભરૂચ નજીક મનુબર ગામ પાસે નર્મદાની સબ માઇનોર કેનાલ લીકેજ થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેને પગલે ખેતરના ઉભા પાકને નુકસાન થયુ છે અંદાજે 35 એકર જમીનના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને કેનાલના સમારકામની માંગ કરી છે અતિવૃષ્ટી અને માવઠા બાદ નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતો ફરી મુશ્કેલીમાં મૂકાયા છે જેમાં ભરૂચ નજીત મનુબર ગામ પાસેથી પસાર થતી સબ માઇનોર કેનાલ લીકેજ થઇ છે જેને પગલે ખેડૂતોના તૈયાર થઇ ગયેલા પાકમાં ભારે નુકસાન થયું છે જેથી તુરંત જ ખેડૂતો ખેતરમાં દોડી ગયા હતા જ્યાં 10 ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો