¡Sorpréndeme!

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ, રસ્તા પર એક ફૂટ સુધી પાણી ભરાયા

2020-02-13 93 Dailymotion

વડોદરાઃ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરા ગોકુલનગરમાં પાણીની ટાંકીની પાસે ખોદકામની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય નળીયામાં ભંગાણ થયું હતું જને પગલે પાણીનો વેડફાટ થયો હતો જેથી ગોકુલનગરમાં રોડ ઉપર એક ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા જેથી સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશ કનુભાઇએ જણાવ્યું હતું કે, પાણીની લાઇનમાં ભંગાણ થવાથી ડ્રેનેજ અને પીવાનું પાણી ભેગુ થઇ જાય છે જેથી કાળુ પાણી આવવા લાગે છે આ ઉપરાંત વરસાદી કાંસનું પણ પુરાણ કરી દેવાયું છે જેથી રોડ ઉપર જ પાણીનો ભરાવો થઇ જાય છે