હિંમતનગર: ચીનમાં કોરોના વાઈરસને પગલે મોટાભાગના ગુજરાતીઓ વતન પરત ફર્યા છે ત્યારે ગઈકાલે એમબીબીએસનો વધુ એક વિદ્યાર્થી સાબરકાંઠા આવ્યો છે પ્રાંતિજના આ વિદ્યાર્થીને હિંમતનગર સિવિલની આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે તેને 24 કલાક માટે સિવિલના આ વોર્ડમાં રાખવામાં આવશે ત્યારબાદ આવેલા રિપોર્ટને આધારે તેને રજા આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે