¡Sorpréndeme!

તક્ષશિલા અગ્નિકાંડના નવ મહિના બાદ નાસતો ફરતો આરોપી દિનેશ વેકરીયા ઝડપાયો

2020-02-11 1,034 Dailymotion

સુરતઃસરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ગત 24મી મે 2019ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતીજેમાં 22 માસૂમોના મોત નીપજ્યાં હતાં આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને ફાયરબ્રિગેડ,એસએમસીના અધિકારીઓ, બિલ્ડર, જીઈબી અને ક્લાસીસના સંચાલક સહિતના કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે ગેરકાયદે બાંધકામ કરી ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર દિનેશ કાનજી વેકરીયા ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય પોલીસે ગુનાના બનાવના સમયથી અંદાજે નવ મહિના બાદ બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી