¡Sorpréndeme!

વિજયનગરના કંથારીયામાં ઘાસચારો લેવા ગયેલા આધેડ પર રીંછનો હુમલો

2020-02-10 154 Dailymotion

હિંમતનગરઃ વિજયનગર તાલુકાના કંથારીયામાં શનિવાર સાંજે ભેસ માટે ચારો લેવા ગયેલા આધેડ પર રીંછે હુમલો કરતાં મોઢું, છાતી ખભો પીઠ અને હાથ ઉપર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઇડર દાખલ કરેલ છે કંથારીયા ગામના મગનભાઈ મોડીયા (52) શનિવાર સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભેસ માટે ચારો લેવા ગયા હતા અને અચાનક ઝાડીમાંથી દોડી આવેલ રીંછે હુમલો કરી દેતાં મગનભાઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો અને રીંછ સાથે ઝપાઝપી કરી હતી બૂમો પાડતા લોકો પણ દોડી આવ્યા હતા દરમિયાન રીંછે મોઢા પર જમણા હાથે ખભા ઉપર છાતીમાં તથા પીઠ ઉપર પંજા મારતા લોહીલુહાણ હાલતમાં વિજયનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને ત્યારબાદ સાંજે આઠેક વાગે સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તબીબના જણાવ્યા મુજબ હાલ તેમની સ્થિતિ સારી છે