¡Sorpréndeme!

કાપડ ફેક્ટરી નંદન ડેનિમમાં લાગેલી આગ કાબૂમાં, વધુ એક લાશ મળતા મૃત્યુંઆંક 7 થયો

2020-02-09 3,841 Dailymotion

અમદાવાદ:પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી 5 મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી આવી હતી આગ પર કાબુ મેળવ્યા બાદ આજે સવારે ફરી સર્ચ ઓપરેશન કરવામા આવ્યું છે જેમાં સવારે એક અને બપોર બાદ એક લાશ મળી આવતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે ફેકટરીમાં હજી એક કે બે વ્યક્તિ હોવાની આશંકાને લઈ ચીફ ફાયર ઓફિસર એમએફદસ્તુર સહિતના ફાયરકર્મીઓએ અત્યારે ફરી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે