¡Sorpréndeme!

સુરતના ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં બે શાર્પ શૂટર સહિત ત્રણ ઝડપાયા

2020-02-07 6,562 Dailymotion

સુરત-નવસારી: નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગુરૂવારે મોડી સાંજે યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા આ હત્યા કેસના ઉકેલ માટે રેન્જ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે આ કેસનાં બે શાર્પ શૂટર સહિત ત્રણને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી