¡Sorpréndeme!

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના મગફળી કૌભાંડમાં LCBએ બે વેપારી અને એક લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી

2020-02-06 644 Dailymotion

જૂનાગઢ:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને ઓઇલ મિલમાં મોકલી બારદાનમાં નબળી ગુણવત્તાની મગફળી ભરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું આ કૌભાંડમાં જૂનાગઢ પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી ત્યારે આજે જૂનાગઢ LCBની ટીમે એક લેબર કોન્ટ્રાક્ટર અને બે વેપારીની ધરપકડ કરી છે વેપારી પ્રતિક બાબુભાઇ સોજીત્રા, વેપારી કેશુ રવજીભાઇ વાગડીયા અને લેબર કોન્ટ્રાક્ટર રમેશ કાનાભાઇની મકવાણા ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી પ્રતિકે અલગ અલગ ખેડૂતોના ખાતામાં નબળી કક્ષાની મગફળીની ખરીદી કરી અને સરકારના ટેકાના ભાવમાં લેબર કોન્ટ્રાક્ટર સાથે મળીને ચાર મજૂર પાસે સારી મગફળીમાં નબળી ગુણવત્તાની મગફળીની ભેળસેળ કરી પોતાનો ફાયદો કરી અને મગફળી કૌભાંડ આચર્યું હતું