મહુધા: મહુધાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પોતાની ગાડીઓ ધોવડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે વીડિયો વાઇરલ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો તેમજ શિક્ષક સામે કડક પગલા લેવા માંગ કરી હતી બીજી તરફ શાળાના અન્ય શિક્ષકનું કહેવું છેકે, આ વીડિયો જુનો છે તેમજ આ બાબતે શિક્ષક સાથે વાત થઇ હતી અને તેમણે આજ પછી આવું નહીં થાય તેમ માફી પણ માંગી હતી