¡Sorpréndeme!

ટ્રમ્પે હાથ ન મિલાવતા ભાષણ પુરુ થતા જ સ્પીકર પેલોસીએ તેમના સંબોધનની કોપી ફાડી

2020-02-05 13,999 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસદના બંને હાઉસના સત્રને સંબોધિત કર્યું આ ટ્રમ્પનું ત્રીજું સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન રહ્યું આ વખતે સ્ટેટ ઓફ ધ યુનિયનની થીમ ‘ઈટ્સ ધ ગ્રેટ અમેરિકન કમબેક’ ટ્રમ્પ સંબોધન શરૂ કરે તે પહેલા સ્પીકર નૈંસી પૈલોસીએ તેમનું અભિવાદન કરવા માટે હાથ લંબાવ્યો, જોકે ટ્રમ્પે આ અંગે ધ્યાન ન આપ્યું ચીનની સાથેના અમેરિકાના સંબધો પર વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ચીને આપણો દસ વર્ષ સુધી ફાયદો ઉઠાવ્યો, જોકે તેને આપણે અટકાવી દીધું ટ્રમ્પના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે ઘણી વખત ઉભા થઈને તાળીઓ પાડી, જ્યારે સ્પીકર નૈંસી પેલોસી પોતાની જગ્યા પર જ બેસી રહી બાદમાં જેવું ટ્રમ્પનું ભાષણ પુરુ થયું કે તરત જ પેલોસીએ સંસદમાં બધાની સામે તેમના સંબોધનની કોપી ફાડી નાંખી