¡Sorpréndeme!

નિવૃતિ સમયે કેન્સર થતા એકલા હાથે સુરતની શિક્ષકાએ પાસ કરી જીંદગીની પરીક્ષા

2020-02-04 1,291 Dailymotion

આશીષ મોદી, સુરતઃ આજે વિશ્વ કેન્સર દિવસ છે કેન્સરનું નામ પડતાં જ વ્યક્તિ કેન્સલ એવી આ રોગની છાપ પડી ગયેલી પરંતુ આજે અત્યાધુનિક સારવાર સામે વ્યક્તિ કેન્સરને મ્હાત આપીને નવું જીવન શરૂ કરી શકે છે આવા જ સુરતના એક નિવૃત્ત શિક્ષિકા દયમંતિબેન મોદીએ જિંદગીભર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની સાથે સાથે પોતાની અંગત જિંદગીની પણ અનેક પરીક્ષાઓ આપીને પાસ થતાં આજે કેન્સરગ્રસ્તો માટે આદર્શ બની ગયા છે ગર્ભાવસ્થાના હજુ તો બે માસ પણ નહોતા થયા અને પતિએ તરછોડી દીધા બાદ દીકરાને એકલા હાથે ઉછેરી નિવૃત્તિ સમયે કેન્સર થતાં એકલા હાથે કેન્સરમાંથી ઉગરીને નાસીપાસ થયેલા લોકો માટે પથદર્શકનું કામ કરી રહ્યાં છે