મહેસાણાઃ ચીનમાં પ્રસરેલા કોરોના વાઈરસને કારણે ગત 13 જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડાઇ હતી અહીં તેનો રિપોર્ટ કરાવી પૂણે લેબમાં મોકલી આપ્યો હતો તો સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે દરમિયાન સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાના 42 અને સાબરકાંઠા જિલ્લાના 5 છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું