¡Sorpréndeme!

વડોદરાના બ્રિજ પરથી ડમ્પર મેસરી નદીમાં ખાબક્યું

2020-02-04 2,034 Dailymotion

વડોદરાઃ ડેસર તાલુકાના નવા સિહોરા અને અજબપુરાને જોડતા મેસરી નદી પરના બ્રિજ પરથી રેલિંગ તોડી ડમ્પર નદીમાં ખાબક્યુ છે જેમાં ડ્રાયવર અને ક્લિનરને ગંભીર ઇજાઓ પહોચી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા સિહોરા અને અજબપુરાને જોડતા મેસરી નદી પરના બ્રિજ પરથી સાવલીથી ઉદલપુર તરફ ટેન્કર જઇ રહ્યું હતું આ સમયે ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું હતું જેમાંથી ક્લિનરને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે ડ્રાયવરનો પગ ડમ્પર નીચે દબાતા 3 જેસીબીની મદદને કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડ્રાઇવરને પણ ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને બંને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેની હાલત ગંભીર છે