¡Sorpréndeme!

પોલીસકર્મીઓને ફેસ માસ્કનાં બંડલ ગિફ્ટ કરીને અજાણ્યો શખ્સ ભાગ્યો, જવાનોએ પણ સલામ કરી

2020-02-03 86 Dailymotion

ચીનમાં એક તરફ કોરોના વાઈરસના કારણે લોકોમાં દહેશતનો માહોલ છે તો બીજી તરફ ફેસ માસ્કની પણ ડિમાન્ડ વધતાં જ તેની તંગી વર્તાઈ રહી છેતેવામાં વગર માસ્કે ફરજ નિભાવી રહેલા પોલીસકર્મીઓને જોઈને અજાણ્યા શખ્સે જે માણસાઈના દર્શન કરાવ્યા હતા તેનો વીડિયો કોરોના વાઈરસ હેશટેગ હેઠળ ચાઈનીઝ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે સાઉથ ઈસ્ટર્ન ચીનમાં આવેલા એંહૂઈ પ્રાંતમાં હાથમાં ફેસ માસ્કનું બંડલ લઈને આ શખ્સ દેવદૂતના જેમ પોલીસ સ્ટેશનના રિસેપ્શન પર જઈને ત્યાં મૂકીને રવાના થઈ ગયો હતો પોતાની ઓળખ ગુપ્ત રાખવા માગતો આ શખ્સ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો તેની પાછળ દોડેલા પોલીસ જવાનોએ પણ તેની ભલમનસાઈને કારણે તેને દિલથી સલામ કરી હતી આ ઘટનાના સીસીટીવી જોઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સે પણ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી હતી તેમના મતે અનેક ઓનલાઈન પોર્ટલ પણ ફેસ માસ્કની ડિલીવરીના નામે લોકો પાસેથી વધુ ચાર્જ લઈ રહ્યા હોય ત્યારે આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે