¡Sorpréndeme!

યુવક દીવાલ કૂદીને એરપોર્ટમાં ઘૂસ્યો, પથ્થરો લઈ ફ્લાઈટ સામે આવ્યો, પછી હેલિકોપ્ટરનો કાચ ફોડ્યો

2020-02-03 3,356 Dailymotion

મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા રાજાભોજ એરપોર્ટ પર રવિવારે એક યુવક દીવાલ કૂદીને રન વે સુધી ઘૂસી જતા સનસનાટી મચી ગઈ હતી માનસિક રીતે અસ્વસ્થ જણાતા આ યુવકે એરપોર્ટ પર અનેક મુસાફરોની સુરક્ષાના રીતસર ધજ્જિયાં ઉડાવ્યા હતા આ યુવક હાથમાં પથ્થરો લઈને ઉદયપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ સામે છેક રન વે પર આ‌વી ગયો હતો સદનસીબે, તે વિમાનને કશું નુકસાન નહોતો પહોંચાડી શક્યો, પરંતુ ત્યાર પછી તેણે પથ્થરો ફેંકીને ત્યાં પાર્ક એક હેલિકોપ્ટરના કાચ ફોડી નાંખ્યા હતા એરપોર્ટ સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી