બેડમિન્ટન જગતમાં ભારતને મોટી જીત અપાવનાર સાઈના નહેવાલે આજથી તેની રાજકીય સફરની શરૂઆત કરી છે 29 વર્ષની સાઈના નહેવાલ આજે તેની મોટી બહેન ચંદ્રાશું સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે સાઈના અને તેની બહેનને બીજેપી મુખ્યાલયમાં પાર્ટીની સભ્યતા અપાવવામાં આવી છે આ દરમિયાન બીજેપી મહાસચિવ અરુણ સિંહે કહ્યું હતું કે, આજે ગર્વની વાત છે કે, સાઈના બીજેપીમાં સામેલ થઈ રહી છે
હરિયાણામાં જન્મેલી સાઈના નહેવાલ ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે બેડમિન્ટનમાં દુનિયામાં નંબર વન રહેલી સાઈનાને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન અવોર્ડથી નવાઝમાં આવી છે અત્યાર સુધી સાઈનાએ કુલ 24 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે જ્યારે લંડનમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે તે વર્ષ 2009માં દુનિયાની બીજા ક્રમની અને વર્ષ 2015માં બેડમિન્ટનમાં દુનિયાની પહેલાં નંબરની ખેલાડી બની હતી