કેરળ વિધાનસભામાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના ભાષણ પહેલા જ બુધવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ના મુદ્દે હોબાળો થયો હતો આ દરમિયાન માર્શલ રાજ્યપાલને એસ્કોર્ટ કરીને ખુરશી સુધી લઈ ગયા હતા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ના ધારાસભ્યોએ રાજ્યપાલ વિરુદ્ધ નારાબાજી કરી હતી આ લોકોએ રાજ્યપાલને પોસ્ટર બતાવી પાછા જવા માટે કહ્યું હતું આ દરમિયાન UDFએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું