¡Sorpréndeme!

ભુજમાં CAAના સમર્થનમાં 250 મિટર તિરંગા સાથે ભાજપ સમર્થિત બિન રાજકીય વિશાળ રેલી

2020-01-28 154 Dailymotion

ભુજ:દેશભરમાં નાગરિક સુધારણા કાયદાની તરફેણ અને વિરોધમાં રેલીઓ તેમજ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે કચ્છના પાટનગર ભુજ ખાતે ભાજપના સમર્થિત 250 મિટર તિરંગા સાથે રેલી યોજાઈ હતી CAAના સમર્થનમાં ભુજના માર્ગો પર રેલી તિરંગા સાથે ફરી હતી તેમાં ભુજના ધારાસભ્ય ડો નિમાબેન આચાર્ય સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા તિંરગા યાત્રામાં CAAના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા તેમજ રેલીમાં બેનર સાથે લોકોએ CAAનું સમર્થન કર્યું હતું જ્યુબિલી સર્કલથી તિરંગા સાથે નીકળેલી રેલી નવા સ્વામિનારાયણ મંદિર પાસેથી નીકળીને જૂના બસ સુધી પહોંચી હતી તેમાં વિવિધ સમાજના દ્વારા CAAનું સમર્થન કરવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું