બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે આ મહાન ખેલાડીના નિધન બાદ સોશિયલ મીડિયામાં સાંત્વનાનો ધોધ તો વહ્યો જ હતો, પણ સાથોસાથ કેટલાક યૂઝર્સે કાળજું કંપાવી દે તેવી હેલિકોપ્ટર હોનારતનો વીડિયો શેર કરીને આખરી અલવિદા કહી હતી ‘હેલિકોપ્ટર દુર્ઘટનાના એ એક્ચ્યૂઅલ ફૂટેજ કે જેમાં અમેરિકન બાસ્કેટબોલ લૅજન્ડ કોબી બ્રાયન્ટનું મોત થયું ’આ કેપ્શન આપીને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલો આ વીડિયો યૂઝર્સે પણ સાચો માની લીધો હતો રાતોરાત જ આ મહાન ખેલાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બની ગયેલા અનેક પેજ અને અકાઉન્ટ પર પણ આજ દાવા સાથે આ વીડિયો પોસ્ટ કરાયો હતો ત્યારે જાણી લો આ હેલિકોપ્ટર ક્રેશના વીડિયોની હકીકત